Budget 2025: સુરતના મહત્વના ઉદ્યોગોમાં કહીં ખુશી કહીં ગમ, ટેક્સટાઈલ ઉદ્યોગને મોટી આશ, હીરા ઉદ્યોગ નિરાશ
કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આઠમું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આઠમું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતના મહત્વના ગણાતા, ટેક્સટાઈલ, ડાયમંડના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની મિશ્ર પ્રતિક્રિયા વ્યકત કરી છે. ટેક્સટાઈલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે. જો કે, ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જર વધ્યા સુવિધા નહી, લોકોને બેસવા નથી પૂરતાં ખુરશી-બાંકડા
ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગકારોમાં નિરાશા
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના રિજીયોનલ મેમ્બર નૈનેષ પચ્ચીગરે કહ્યું કે, બજેટમાં ડાયમંડ અને ગોલ્ડ માટે કોઈ છૂટછાટ જાહેર કરવામાં આવી નથી. ગોલ્ડ માટે કસ્ટમ ડ્યુટી 6% કરવા રજૂઆત કરી હતી. પણ તેમાં પણ કોઈ ફેરફાર થયો નથી. આવક કર સ્લેબમાં મોટો ફેરફાર કરાતા સામાન્ય વર્ગને ફાયદો થશે. હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે. બજેટમાંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કોઈ ખાસ લાભ મળ્યો નથી. હીરા ઉદ્યોગ માટે પેકેજ રજૂ કરવામાં આવે તે માટે અમે ફરી રજૂઆત કરીશું. ગોલ્ડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટી ઓછી કરાઈ હોત તો સ્મગલિંગ ઘટત. કેપિટલ ગેઈન ટેક્સ દૂર કરાયો હોત તો સામાન્ય વર્ગને વધુ ફાયદો થાત.
ટેક્સટાઈલ ઉદ્યોગને આશા
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિજય મેવાવાલાએ કહ્યું કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત સપોર્ટ મળશે. કોટન ઉદ્યોગ માટે ખેડૂતોને રાહત આપવાની જાહેરાતથી કોટન ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. ટેકનિકલ ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગ-લઘુ ઉદ્યોગ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. લુમ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીમાં મશીનો માટે 'મેક ઇન ઇન્ડિયા' ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોટન ઉદ્યોગને પ્રોત્સાહન માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. નવા ટેક્સટાઇલ પોલિસીથી ઉદ્યોગની સ્થિતિ સુધરશે અને વિદેશી કાપડ પર અંકુશ લાગશે.








