મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાષ્ટ્રીય હસ્તકળા મહોત્સવ 'છાપ'નું ભવ્ય આયોજન

રાષ્ટ્રીય હસ્તકળા મહોત્સવ 'છાપ'નું ભવ્ય આયોજન — સોર્સ: gstv

ગાંધીનગર સ્થિત  NIFT દ્વારા અમદાવાદ ખાતે આઠ દિવસીય રાષ્ટ્રીય હસ્તકળા મહોત્સવ 'છાપ'નું આયોજન કરવામાં આવ્યું છે. "સ્વર્ણિમ ભારત - વિરાસત અને વિકાસ" ની થીમ પર આધારિત આ ઉત્સવમાં દેશભરના ૨૦ NIFTકેમ્પસ સહભાગી થઈને ભારતની સમૃદ્ધ હસ્તકળા અને હાથશાળ વિરાસતને પ્રદર્શિત કરશે. ડૉ. સમીર સૂદે જણાવ્યું કે આ આયોજનમાં ૧૦૦થી વધુ કારીગરો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્ટોલ, વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત અનુભવ, વર્કશોપ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે ઉદ્ઘાટન પ્રસંગે સિંધુ ખીણની સભ્યતાથી લઈને આધુનિક ખાદી સુધીની સફર દર્શાવતી ૧૪ મિનિટની ખાસ ફેશન વોક રજૂ કર્યુ, જે પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત'ના સ્વપ્નમાં ટેક્સટાઇલ ક્ષેત્રના યોગદાનને ઉજાગર કરશે.

આ સમાચાર શેર કરો