Video: અમદાવાદ: દિવાળી પર ફટાકડા સ્ટોલ માટે કડક નિયમો

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં તંત્ર દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ ફાયર વિભાગે ખાસ તકેદારી રાખીને ફટાકડાના વેચાણ માટે નવા અને કડક નિયમો અમલી બનાવ્યા છે. હવેથી યોગ્ય મંજૂરી વગર ફટાકડાનું વેચાણ થઈ શકશે નહીં. સુરક્ષાના ભાગરૂપે આ વર્ષે કાપડના મંડપ કે અસ્થાયી સ્ટોલ ઊભા કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, અને તેની જગ્યાએ પતરાંના શેડનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૭૩ સ્થળોએ ચેકિંગ હાથ ધરીને અભિપ્રાય આપવામાં આવ્યા છે, જેમાંથી ૨૨ અરજદારોને ઉત્પાદન અને વેચાણ માટે ફાયર વિભાગે ફાઇનલ NOC આપી દીધી છે. તહેવારો દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડ પર છે.








