Video: ગુજરાતમાં ૧૭ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો સાથે મોટો ફેરબદલ કરાયો

ગુજરાત સરકારે પ્રશાસનિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૭ IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂકોના આદેશ જાહેર કર્યા છે. આ ફેરબદલ હેઠળ આલોક કુમાર પાંડેને રાહત કમિશનરનો વધારાનો પ્રભાર અપાયો છે, જ્યારે જી. ટી. પંડ્યાને માહિતી નિયામક તરીકે નીમવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસાણા કલેક્ટર તરીકે ડૉ. હર્ષિત ગોસાવી અને આણંદ કલેક્ટર તરીકે ઉત્સવ ગૌતમની નિમણૂક કરાઈ છે. વાવ-થરાદ કલેક્ટર તરીકે એમ. જે. દવે તથા ધોલેરા SIR ના સીઈઓ તરીકે પ્રવીણ ચૌધરીની બદલી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડીડીઓ અને અન્ય મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપીને વહિવટી તંત્રમાં મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે.






