Video: સુરતમાં અસામાજિક તત્ત્વો બેફામ

સુરતમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના કોમલ સર્કલ પાસે ભરચક ટ્રાફિક દરમિયાન અજાણ્યા ઈસમ દ્વારા ચાલુ ગાડીના કાચ તોડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાથી વાહનચાલકોમાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, ગાડીના કાચ તોડવા પાછળનું કારણ અને આરોપીની ઓળખ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી.








