Video: જૂનાગઢ મનપાના લાલિયાવાડી સામે ભાજપના જ ધારાસભ્ય લાલઘૂમ થયા

જૂનાગઢ મહાનગરપાલિકાનો કાગળ પરનો વહીવટ અને લાલિયાવાડી ફરી એકવાર ખુલ્લી પડી છે. રૂ. ૨.૮૬ કરોડના ખર્ચે બનનારી ઝોનલ ઓફિસના ખાતમુહૂર્ત પ્રસંગે મંડપ, બ્રાહ્મણ કે બાંધકામ શાખાના અધિકારીઓ હાજર ન રહેતા ભાજપના જ ધારાસભ્યએ અધિકારીઓનો આકરો ઉધડો લીધો હતો. કાગળ પરની પ્રક્રિયા વગર રસ્તા પર પાયા ખોદી નાખવાનો ઘટસ્ફોટ થતાં શાસકો અને કમિશનરે ઊભા પગે ભાગવું પડ્યું હતું. વર્ષ ૨૦૨૩માં મંજૂર થયેલું આ ટેન્ડર ત્રણ વર્ષ સુધી અટકી પડતાં જોષીપરાના હજારો નાગરિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ ઘટના બાદ મેયરે અધિકારીઓની ભૂલ સ્વીકારી છે, જ્યારે વિપક્ષે ભાજપના આંતરિક વિખવાદમાં પ્રજાનો ખો નીકળતો હોવાનો આક્ષેપ કર્યો છે.








