મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોળકા APMC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસ પ્રેરિત કિસાન વિકાસ પેનલનો ક્લીન સ્વીપ

ધોળકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC)ની યોજાયેલી ચૂંટણીમાં

ધોળકા APMC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસ પ્રેરિત કિસાન વિકાસ પેનલનો ક્લીન સ્વીપ
આ સમાચાર સાંભળો

ધોળકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC)ની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના દશકો જૂના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ચાલતા ભાજપના વર્ચસ્વનો આખરે અંત આવ્યો છે. આ ચૂંટણીમાં 'કિસાન વિકાસ પેનલ'નો આશ્ચર્યજનક અને ભવ્ય વિજય થયો છે, જ્યારે ભાજપ પ્રેરિત 'ખેડૂત સહકાર પેનલ'નો કારમો પરાજય થયો છે.

​દસે દસ બેઠકો પર કિસાન વિકાસ પેનલનો ભવ્ય વિજય

​ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કિસાન વિકાસ પેનલે વિરોધીઓના સૂપડા સાફ કરી નાખ્યા છે. પેનલના તમામ 10 ઉમેદવારોએ ભવ્ય બહુમતી સાથે જીત મેળવી છે. આ હાર સ્થાનિક ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહી છે, કારણ કે જિલ્લા ભાજપ મહામંત્રી દેવેશ પટેલની પણ આ ચૂંટણીમાં શરમજનક હાર થઈ છે.

​મેન્ડેડ વિરુદ્ધ બળવો અને સ્થાનિક ગણિત ઊંધું પડ્યું

​ચૂંટણીના આંકડા અને વિશ્લેષણ મુજબ, ભાજપનું સ્થાનિક રાજકીય ગણિત સાવ ઊંધું પડી ગયું હતું. પક્ષ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેડ ધરાવતા ઉમેદવારોએ જ પક્ષ સામે બળવો પોકાર્યો હતો. આ ઉમેદવારોએ મેન્ડેડ પરત સોંપીને ખેડૂતોના હિતમાં લડવા માટે કિસાન વિકાસ પેનલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. આંતરિક અસંતોષ અને ખેડૂતોના રોષના કારણે ભાજપ પ્રેરિત પેનલની હાર થઈ હતી. 

​વિજયોત્સવ અને ખુશીનો માહોલ

​પરિણામોની જાહેરાત થતાં જ માર્કેટ યાર્ડ સંકુલમાં સમર્થકોનો ઉત્સાહ છવાઈ ગયો હતો. વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી, ફટાકડા ફોડીને અને ઢોલ-નગારાના તાલે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. સહકારી ક્ષેત્રે મેળવેલી આ જીતને ખેડૂત એકતા અને પરિવર્તનની જીત તરીકે ઓળખાવવામાં આવી રહી છે.

જીતેલા ઉમેદવારોની યાદી - કિસાન વિકાસ પેનલ

અમીન જિનીત જયેશભાઈ
પટેલ જયંતિભાઈ ચુનીલાલ
ચાવડા મહેન્દ્રસિંહ રણજીતસિંહ
પઠાણ ઐયુબખાન અકબરખાન
ચૌહાણ પવનસંગ ભગવાનભાઈ
મીર વિક્રમભાઈ કલાભાઈ
ચૌહાણ હસમુખભાઈ કાળુભાઈ
વાઘેલા વિક્રમસિંહ ભગવતસિંહ
પટેલ કેતુલકુમાર રમેશભાઈ
સોલંકી મોબતસંગ કચરાભાઈ

હારેલા ઉમેદવારોની યાદી -ભારતીય જનતા પાર્ટી પ્રેરીત ખેડૂત સહકાર પેનલ

અલગોતર દેવુભાઈ કાળુભાઈ
પઠાણ વિલાયતખાન અલ્લાઉદ્દીનખાન
કો.પટેલ નીતીનભાઈ ચંદુભાઈ
બારડ દિગ્વિજયસિંહ ગંભીરસિંહ
દાયમા વનરાજસિંહ કાનુભાઈ
વાઘેલા રણજીતસિંહ કેશુભાઈ
નકુમ કાંતિલાલ અમરાભાઈ
સિસોદીયા રાજેન્દ્રસિંહ જગતસિંહ
પટેલ દેવેશભાઈ નવિનભાઈ
લાલજીભાઈ નાગરભાઈ સોલંકી
​
બિનહરીફ ચૂંટાયેલા ડિરેક્ટરોની યાદી

​વેપારી વિભાગ

​ચાવડા બાબુભાઈ કેસરીસિંહ
પટેલ ધવલકુમાર નલીનભાઈ
પટેલ વિપુલકુમાર ચંદ્રકાંતભાઈ
પટેલ વિપુલકુમાર બચુભાઈ

​ખરીદ-વેચાણ વિભાગ

​ગોહિલ વનરાજસિંહ ઘનશ્યામસિંહ
ચાવડા પ્રદ્યુમનસિંહ પ્રતાપસિંહ

આ સમાચાર શેર કરો