મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ ગુજરાત કોણે બનાવ્યું? ઝોળીમાં દવાખાને લઈ જતાં પ્રસુતાનું રસ્તામાં જ મોત, કોઈ અધિકારી ન ફરક્યા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખ

આ ગુજરાત કોણે બનાવ્યું? ઝોળીમાં દવાખાને લઈ જતાં પ્રસુતાનું રસ્તામાં જ મોત, કોઈ અધિકારી ન ફરક્યા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં 12 જેટલા ફળીયા છે. જયારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી. જેથી તુરખેડા ગામના બસ્કરીયા ફળિયામાં રહેતા એક પરિવાર ની મહિલાને ત્રણ સંતાનો હતા અને ચોથું બાળક ની પ્રસુતિ માટે દુખાવો ઉપડતા રાત્રીના સમયે ઝોળીમાં નાખીને સારવાર માટે લઇ જતા હતા. તે વખતે તેનું રસ્તામાં મોત થયું હતું. જયારે ચોથું બાળક રસ્તામાં જન્મ્યુ હતું. મહિલાનું મોત થતા હાલ આ ચારેય બાળકો માતા વિહોણા બની ગયા છે. તેમ છતાં સરકારના અધિકારી કે પદાધિકારીએ આ પરિવારની મુલાકાત સુધ્ધાં લીધી નથી.

કોઈ પાસે આશ્વાસનના બે શબ્દો નથી 

હાલ ચારેય બાળકો માતાને શોધી રહ્યા છે. ત્યારે આ પરિવારના લોકો તાજી જન્મેલી બાળકીને આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી માટેની ટીમ પણ મોકલી શકી નથી. કવાંટ તાલુકાના અધિકારીઓ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ પરિવારની મુલાકાત લીધી નથી. જયારે વોટ માંગવા આવતા નેતાઓ આટલી મોટી ઘટના બની જવા છતાંય પરિવારને આશ્વાસનના બે શબ્દો પણ કહેવા માટે પણ ફરક્યા સુધ્ધા નથી.

કોર્ટની ગંભીરતા બાદ પણ તંત્ર કુંભકર્ણ

આ ફળિયાના લોકોને આરોગ્યની સુવિધા, રસ્તાની સુવિધા, શિક્ષણની સુવિધા મેળવવા માટે પાંચ કિલોમીટરની વધુ ચાલીને મુખ્ય માર્ગ સુધી આવવું પડે છે. હાઇકોર્ટે પ્રસુતિ દરમિયાન મહિલાના મોતની ઘટનામાં ગંભીર નોંધ લઈને સુઓમોટો દાખલ કરીને મુખ્ય સચિવને નોટિસ આપી છે. છતાંય હજુ સુધી છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ નર્મદા કાંઠે વસેલું હોવા છતાંય તંત્રએ વિકાસના નામે એક પણ રૂપિયાની ગ્રાન્ટ રસ્તા માટે ફાળવી નથી તે ગંભીર બાબત છે. 

આ સમાચાર શેર કરો