સરકારે આ 5 પૂર્વ મંત્રી અને ભાજપના 4 ધારાસભ્યોને આપી VIP સુરક્ષા, 30ની પરત ખેંચી લેવાઈ
ગુજરાતમાં પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને વીઆઇપીની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. વર્ત

ગુજરાતમાં પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને વીઆઇપીની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિની સમીક્ષાના અંતે રાજ્ય ગૃહ વિભાગે પૂર્વ મંત્રી સહિત 30 ધારાસભ્ય-મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પરત ખેંચી છે ત્યારે પાંચ પૂર્વ મંત્રી,ચાર ભાજપના ધારાસભ્ય ઉપરાંત એક કોંગ્રેસી ધારાસભ્યને સરકારી ખર્ચે સુરક્ષા અપાઇ છે.
આ પણ વાંચોઃ દિલ્હીના CM આતિશીની થઈ શકે છે ધરપકડ, કેજરીવાલે કર્યો મોટો દાવો
મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જયરાજસિંહ જાડેજાને સુરક્ષા
ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ માટે સુરક્ષા કર્મીઓ પણ સ્ટેટ્સ સિમ્બોલ બની રહ્યાં છે કેમકે, કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ તો પોલીસ સુરક્ષા ઘેરામાં રહે છે. પણ ચૂટાયેલાં જનપ્રતિનિધિને પણ કોઇને કોઇ તત્વોથી ભયસ્થાન રહેલો હોય છે તે જોતાં તેઓ પોલીસ સુરક્ષા માંગતાં હોય છે. ગૃહવિભાગ તમામ ચકાસણીને અંતે પોલીસ સુરક્ષા પુરી પાડે છે. આ સુરક્ષા માટે પણ દર છ મહિને સમીક્ષા કરવામાં આવે છે. આઇબીના રિપોર્ટ આધારે નક્કી થાય છે કે, પૂર્વ ધારાસભ્ય અથવા વીઆઇપીને સુરક્ષાની કોઇ જરુર નથી.
ઘણાં વર્તમાન ધારાસભ્યોએ વિવિધ ભયસ્થાન રજૂ કરીને પોલીસ સુરક્ષા મેળવવા ગૃહ વિભાગમાં અરજી પણ કરી છે. બળાત્કાર મામલે વિવાદમાં સપડાયેલાં ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગૃહવિભાગે સુરક્ષા પુરી પાડી છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા, પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ હવે પોલીસના સુરક્ષા ઘેરામાં રહેશે. દાહોદના ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાને સુરક્ષા કર્મી ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ ગૃહવિભાગે સુરક્ષા આપવા નક્કી કર્યુ છે.
કોને કોને સરકારી ખર્ચે સુરક્ષા ફાળવવામાં આવી
પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા
પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ
પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા
પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર
ધારાસભ્ય કનેયાલાલ કિશોરી
ધારાસભ્ય ગૌતમ ચૌહાણ
ધારાસભ્ય કાંતિ અમૃતિયા
ધારાસભ્ય પી.સી.બરંડા
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા






