Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Government changes policy for pre-schools

પ્રિ-સ્કૂલો માટે સરકારે બદલી પોલિસી, 15 વર્ષનો ભાડા કરાર નહીં, હવે માત્ર સેલ્ફ ડિક્લેરેશનથી કરાશે નોંધણી

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2025
લાઇવ ટીવીGoogle News
પ્રિ-સ્કૂલો માટે સરકારે બદલી પોલિસી, 15 વર્ષનો ભાડા કરાર નહીં, હવે માત્ર સેલ્ફ ડિક્લેરેશનથી કરાશે નોંધણી
સોર્સ : GSTV

ગુજરાતમાં 10 ટકા પાણી પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન ન થતા અંતે સરકારે પોલિસીમાં ફેરફાર કરવા અગાઉનો ઠરાવ રદ કરીને નવો છરાવ કર્યો છે. જેમાં હવે માત્ર 10 હજાર ફી અને 15 વર્ષના ભાડા કરારને બદલે નિયત મર્યાદાના ભાડા કરાર સાથે સેલ્ફ ડિક્લેરેશન જ મંગાયા છે. જેથી આગામી સમયમાં રાજ્યમાં હજારો પ્રિ સ્કૂલો ધડાધડ નોંધાશે. 

App Store

વર્ગ દીઠ રૂ. પાંચ હજાર રજિસ્ટ્રેશન ફીને બદલે સ્કૂલ દીઠ માત્ર 10 હજાર લેવાશે: BU પરમિશન પણ નહીં 

ગુજરાતમાં બંગલા અને ઘરોમાં તેમજ કોમ્પલેક્સ- બિલ્ડિંગોમાં આડેધડ ચાલતી પ્રિ- સ્કૂલોના નિયમ માટે રાજ્યના શિક્ષણ વિભાગે 2023માં નવી પોલીસી જાહેર કરી હતી જે અંતર્ગત 15 મે 2023ના રોજ ઠરાવ કરી નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ફરજિયાત પરમિશન ફાયર એનઓસી 15 વર્ષનો રજીસ્ટર ભાડા કરાર અને વર્ગદીઠ 5000ની ફી સહિતની અનેક કડક જોગવાઈઓ દાખલ કરવામાં આવી હતી.

આ મુદ્દે પ્રિ સ્કૂલના સંચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અનેકવાર સ્કૂલમાં હડતાલ પાડીને સ્કૂલો બંધ રાખીને આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સંચાલકો દ્વારા નિયમોમાં છૂટછાટ આપવા લેખિત અને મૌખિક રજૂઆતો પણ સરકારને કરવામાં આવી હતી. આ મુદ્દે છ મહિના પહેલા રાજ્ય સરકાર સાથે સંચાલકોની બેઠક પણ થઈ હતી, જેથી સરકારે અંતે બે વર્ષ પહેલાનો એટલે કે મે 2023નો ઠરાવ રદ કરી દીધો છે અને તમામ નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. 

જેમાં જટીલ દસ્તાવેજોની બાદબાકી કરી માત્ર સેલ્ફ ડિક્લેરેશનના આધારે પ્રિ- સ્કૂલોની નોંધણી કરવાનો નિર્ણય કરાયો છે. હવે સેલ્ફ ડિક્લેરેશન સાથે પોર્ટલ પર અરજી કરી રજિસ્ટ્રેશન ફી ભરી નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકશે. અગાઉના ઠરાવ મુજબ સરકારના આદેશથી 16 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પ્રિ- સિકૂલોના રજિસ્ટ્રેશન અને મંજૂરી અને માર્ગદર્શિકા જાહેર કરી હતી અને રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું હતું.

જે માટે ફેબ્રુઆરી 2025 સુધીનું એક વર્ષમાં આપવામાં આવ્યુ હતું. પરંતુ આ એક વર્ષમાં નિયમોને લીધે રાજ્યમાં 10 ટકા પ્રિ સ્કૂલોનું પણ રજીસ્ટ્રેશન થયું ન હતું. જેથી અંતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉનો ઠરાવ રદ કરી નવો ઠરાવ બહાર પાડી નિયમોમાં સુધારો કરાયો છે. 

નવા નિયમ અનુસાર પ્રિ- સ્કૂલો માટે નક્કી કરાયેલી માર્ગદર્શિકા

3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપી શકાશે નહીં.
3 વર્ષ પૂર્ણ થયા હોય પરંતુ 4 વર્ષ પૂર્ણ થયા ન હોય તેમને જુનિયર કે.જી.માં પ્રવેશ આપવાનો રહેશે.
4 વર્ષ પૂર્ણ થયા હોય પરંતુ 4 વર્ષ પૂર્ણ ન થયા હોય તેમને તેમને સિનિયર  કે.જી.માં પ્રવેશ આપવાનો રહેશે.
5 વર્ષ પૂર્ણ થયા હોય અને 5 વર્ષ પૂર્ણ ન થયા હોય તેમને તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો રહેશે.
સંસ્થામાં 12 સભ્યો સાથે વાલી- શિક્ષક મંડળની રચના ફરજિયાત. 
વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછી 8 ચો.ફુટ જગ્યા સુનિશ્ચિત કરી પ્રવેશ આપવાનો રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂંક આપવાની રહેશે.
GCERT દ્વારા નક્કી થયેલી તાલીમ ધરાવતી વ્યક્તિને સંભાળ રાખનાર વ્યક્તિ તરીકે નિમણૂંક કરવાની રહેશે.
સ્કૂલ સેફ્ટી પોલીસી 2016નો અમલ કરવાનો રહેશે.
સીસીટીવી રેકોર્ડિંગની સુવિધા રાખવી પડશે. 
તમામ નિયમોનું પાલન કરતા હોવાનું સેલ્ફ ડિક્લેરેશન સ્કૂલે આપવું પડશે. 

રજીસ્ટ્રેશન ફીમાં પણ સંચાલકોને મોટી રાહત આપવામાં આવશે

અગાઉ જ્યારે પ્રિ- સ્કૂલોની નોંધણી માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા ત્યારે પ્રિ- સિકૂલની નોંધણી માટે વર્ગદીઠ રૂ 5 હજારની ફી નક્કી કરવામાં આવી હતી જેનો પણ સંચાલકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. સંચાલકોના મતે નોંધણી વખતે વર્ગદીઠના બદલે વન ટાઈમ સમાન ફીનું ધોરણ રાખવું જોઈએ. જેથી શિક્ષણ વિભાગને હાલમાં જાહેર કરેલા સુધારેલા નિયમોમાં પ્રિ- સ્કૂલની નોંધણી માટે રૂ.10 હજારની ફી રાખવાનું નક્કી કરાયું છે. આમ અગાઉ 6 વર્ષની પ્ર-સ્કૂલોની નોંધણી માટે રૂ.30 હજાર ફી ભરવાની રહેતી હતી, તેના બદલે હવે રૂ.10 હજારની ફી જ ભરવાની રહેશે. આમ તમામ પ્રિ-સ્કૂલો માટે સમાન ફીનું ધોરણ રાખ્યું છે. ફીના ધોરણ માટે વર્ગદીઠનો નિયમ દૂર કરાયો છે. 

 

ટોપિક્સ:pre schoolnew policygujaratgstv