Video: દિપોત્સવ પર્વ પર વેપારીઓએ કર્યું ચોપડા પૂજન

સોર્સ: gstv

આજે પ્રકાશનું પર્વ દિવાળી મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ચોપડા પૂજન વિશેષ મહત્વ છે વેપારીઓ દ્વારા હિસાબના ચોપડાનું પૂજન કરવામાં આવે છે કુમકુમ મંદિર મણિનગર ખાતે પણ સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવ્યું સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન - તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું અને સવિશેષ તૈયાર કરાયેલા ૬×૩ ફૂટના વિશાળ ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ચોપડાના પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,*આપણા ભારતમાં વર્ષના છેલ્લો દિવસ એટલે કે, દિવાળીના દિવસે... ચોપડાપૂજન કરાય છે. કુમકુમ મંદિર ખાતે છેલ્લા ૪૦ વર્ષથી ચોપડાપૂજન નિઃશુલ્ક વેપારીઓ આવીને લાલ ચોપડા અને લેપટોપ, આઈપેડ આદિ ટેકનોલોજી સાથેનું પૂજન કરે છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત