Gandhinagar news: ટેકાના ભાવે તુવેરની ખરીદીને લઈ સરકારની જાહેરાત, 22 ડિસેમ્બરે ઓનલાઈન નોંધણી શરૂ થશે
Gandhinagar news: ગુજરાતમાં ટેકાના ભાવે તુ

Gandhinagar news: ગુજરાતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈને સરકારે જાહેરાત કરી છે. જેના માટે ખેડૂતો આગામી 22 ડિસેમ્બરથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ભારત સરકારે તુવેર માટે રૂ.8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના તુવેર પાકની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે આગામી સમયમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરાશે. જેમાં ચાલુ વર્ષે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલે 8000 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. સરકારે ખેડૂતોના ઉત્પાદનના 100 ટકા જથ્થા મુજબ ખરીદી કરવાનું આયોજન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો આગામી 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી-2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટીકેશન અથવા ફેસ ઓથેન્ટીકેશન દ્વારા VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરી શકશે.




