મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના રામપુરામાં હુકકાનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં પોલીસના દરોડા

VIDEO: સુરત શહેરમાં રામપુરામાં હૂક્કાનું વેચાણ કરનારાઓ

VIDEO: સુરત શહેરમાં રામપુરામાં હૂક્કાનું વેચાણ કરનારાઓ સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં અલગ-અલગ સ્થળે એસઓજીની ટીમે દરોડાની કાર્યવાહી આરંભી છે. રાજ્ય સરકારે દારૂ, ડ્રગ્સ, હૂક્કા, ગોગો પેપરના વેચાણ સામે આકરી કરવાના આદેશ આપ્યા બાદ સુરત એસઓજી પોલીસે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. ગત રોજ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી હૂક્કા અને ગોગો પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જે બાદ આજે શહેરભરમાં આ અંગેના વેચાણ સામે ભારે કાર્યવાહી શરૂ કરાઈ છે. 

સુરત પોલીસે વિવિધ સ્થળો પર દરોડા દરમ્યાન 60થી વધુ હૂક્કાઓ અને સામગ્રીને કબ્જે કરી વિક્રેતાઓ સામે લાલ આંખ કરી હતી. સુરતમાં આવેલા રામપુરા વિસ્તારમાં એસઓજીની ટીમ ત્રાટકી હૂક્કાઓ તેમાં વપરાશમાં લેવામાં આવતી જુદીજુદી ફ્લેવર અને ગોગો પેપરનું વેચાણ થાય છે કે કેમ તેની સઘન તપાસ હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો