મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પતંગરસિયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગે કરી સારા પવનની કરી આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે. જેના

પતંગરસિયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગે કરી સારા પવનની કરી આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકો ઠુંઠવાયા હતા. બીજી બાજુ આજે સવારથી સુસવાટાભેર પવન ફૂંકાતા ઠંડીમાં ચમકારો વધી ગયો છે. 

હવામાન વિભાગે શું કહ્યું? 

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. જ્યારે અંબાલાલ પટેલ ભરશિયાળે માવઠાની આગાહી કરી રહ્યા છે. ત્યાં હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જોકે ત્યારપછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ફરી વધારો થશે તેવી પણ આગાહી છે પરંતુ ત્યાં સુધીમાં ઉતરાયણ આવી જશે અને પતંગરસિયાઓને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે. 

ઉત્તરાયણના દિવસે રહેશે સારો પવન

હવામાન વિભાગ અનુસાર 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને લીધે 14 અને 15 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેશે. પરંતુ લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે.

નલિયામાં તાપમાન ગગડ્યું 

માહિતી અનુસાર નલિયામાં 5.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં લોકો ઠુઠવાયા હતા. આ સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 5 ડિગ્રીનો ઘટાડો હતો. જોકે બીજી બાજુ પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, ડીસા, જામનગરમાં પણ તાપમાન ગગડ્યું હતું. જ્યારે અમદાવાદની વાત કરીને તો અહીં શુક્રવારની રાતે 13.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. નિષ્ણાતોના મતે અહીં પણ પારો ગગડી શકે છે.

આ સમાચાર શેર કરો