મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : ગોંડલમાં કમળપૂજાનો કિસ્સો, યુવકે શિવમંદિરમાં પોતાનું ગળું કાપ્યું

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં કમળપૂજાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે શિવમંદિરમાં પોતાનું ગળું

રાજકોટ : ગોંડલમાં કમળપૂજાનો કિસ્સો, યુવકે શિવમંદિરમાં પોતાનું ગળું કાપ્યું

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં કમળપૂજાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે શિવમંદિરમાં પોતાનું ગળું કાપ્યું છે. આ આ યુવકને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

પોતાના ગળા પર છરી મારી 

ધર્મેન્દ્રસિંહ ઝાલા ગોંડલના જેતપુર રોડ પર આસોપાલવ સોસાયટીમાં શેરી નંબર-1 માં રહે છે અને મુંબઈમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેઓ 2 મહિનાથી વતન ગોંડલમાં જ રહે છે.  ધર્મેન્દ્રસિંહ ઝાલાને એક પુત્ર અને એક પુત્રી છે

સવારે 11:00 વાગે ભોજપરા વિસ્તારમાં આવેલી નૂતન સ્કૂલ પાસે આવેલા શ્રીચંદ્રમોલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને બેભાન હાલતમાં પ્રથમ ગોંડલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

આ સમગ્ર બનાવને લઈને ગોંડલ પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જો કે આ વ્યક્તિએ આવું શું કામ કર્યું એ પણ ચર્ચાઓ વહેતી થઇ છે. પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો