Video: રૂ.1.74 કરોડના સોનાની ઠગાઈ

અમદાવાદમાં સોના પર દર મહિને બે ટકા વળતર આપવાની લાલચ આપીને 1.74 કરોડ રૂપિયાના સોનાની ઠગાઈ કર્યાનો મામલો સામે આવ્યો છે. 1,300 ગ્રામ સોનાના બિસ્કિટ મેળવી આરોપીઓએ ખોટો સમજૂતી કરાર કર્યો હોવાનો આક્ષેપ છે. ખોટા લખાણનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બીરવા ગાંધીએ મિહિર પરીખ, ભૂમિ શાહ, હેમરાજસિંહ રાણા અને રાજેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસે ઠગાઈ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








