મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: સમર્પણ હોસ્પિટલના ડો.મનોજ સિડા સામે GMCની સખ્ત કાર્યવાહી, ડોક્ટર પર આકારા પ્રતિબંધો લાદ્યા

રાજકોટની સમર્પણ હોસ્પિટલ થોડાક દિવસ પહેલા વિવાદમાં આવી હતી. જેમાં વિમા કૌભાંડ સામે આવ્યુ

Rajkot news:  સમર્પણ હોસ્પિટલના ડો.મનોજ સિડા સામે GMCની સખ્ત કાર્યવાહી, ડોક્ટર પર આકારા પ્રતિબંધો લાદ્યા

રાજકોટની સમર્પણ હોસ્પિટલ થોડાક દિવસ પહેલા વિવાદમાં આવી હતી. જેમાં વિમા કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે મેડિકલ કાઉન્સિલે મોટા પગલાં લીધા છે. મળતા અહેવાલ પ્રમાણે  ડો. મનોજ સિડા સામે સખ્ત કાર્યવાહી કરી છે. 40 લાખ રૂપિયાનો વીમો પકવવવા માટે દર્દી મયુર ભરવાડ અને તેના ફિઝિયોથેરાપોસ્ટ ડો. અંકિત કાથરાણીએ કાવતરું ઘડ્યું અને હોસ્પિટલના  ડો. મનોજ સિડા અને ડો. મેહુલ સોલંકીએ વરવી ભૂમિકા ભજવી હતી.

સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ ઇન્સ્યોરન્સ એજન્સીએ કર્યો

ઉલ્લેખનીય છે કે સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થર્ડ પાર્ટી ઓડિટ કરતી ફોનિક્સ ઇન્સ્યોરન્સ એજન્સીના મેનેજીંગ ડાયરેકટર  ડો. રશ્મિકાંત પટેલે કર્યો હતો. સમગ્ર મામલે  ડો. રશ્મિકાંત પટેલે GMCમાં ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે GMCએ સખ્ત કાર્યવાહી કરી છે.

GMCએ ડો. મનોજ સિડાનું તબીબી લાઈસન્સ કર્યું રદ

જેમાં તેઓ GMC સમક્ષ રજુ ન થાય, તેમનો કેસ GMC સમક્ષ પૂર્ણ ન થાય અથવા તો નવો હુકમ ન થાય ત્યાં સુધી તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડો. સિડા મેડિકલ પ્રેક્ટિસ પણ નહીં કરી શકે. સાથે સાથે GMC સ્પષ્ટ હુકમ પણ જાહેર કર્યો છે કે ડો. મનોજ સિડાએ તેમનું લાયસન્સ GMC સમક્ષ જમા કરાવી દેવાનું રહેશે.

આ સમાચાર શેર કરો