'વેરાવળને મહાનગરપાલિકાનો દરજ્જો આપો', ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
બનાસકાંઠામાં જિલ્લાના વિભાજન બાદ રાજ્યના અનેક વિસ્તારો અલગ તાલુકા તથા શહેરોની માંગ કર

બનાસકાંઠામાં જિલ્લાના વિભાજન બાદ રાજ્યના અનેક વિસ્તારો અલગ તાલુકા તથા શહેરોની માંગ કરી રહ્યા છે એવામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાને મહાનગર પાલિકાનો દરરજો મળે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ઓગડ જિલ્લાની માંગ સાથે આંદોલનની જાહેરાત, મંગળવારથી અનશન પર ઉતરશે લોકો
ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ શહેર છે. જ્યાં હાલ વેરાવળ,પાટણ-ભીડીયા સંયુક્ત નગરપાલિકા આવેલ છે. હાલની વેરાવળ શહેરની આશરે દોઢ લાખથી વધારે વસ્તી છે તથા સમગ્ર વિશ્વભરનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે જેના કારણે હાલ દેશભર સહિત સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે મહાનગરપાલિકા કક્ષાની વિવિધ સુવિધાઓથી વેરાવળ શહેરના લોકો તથા વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓને લાભ મળી શકતા નથી. તેમજ આજુ-બાજુના અનેક વિસ્તારો વેરાવળ-પાટણ-ભીડીયા સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવેલા છે આ ગ્રામ્ય વિસ્તારો પણ તેમાં સમાવિષ્ટ છે. જેથી વેરાવળ-પાટણ-ભીડીયા સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તો આ વિસ્તારોનો સમાવેશ થાય અને વિકાસલક્ષી લાભો મળી શકે તેમ છે.




