મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની શાળામાં ભણાવાય છે ગીતાજીના પાઠ, વેશભૂષા સાથે કર્યા વિદ્યાર્થીઓએ કર્યું શ્લોક પઠન

આજકાલ મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે, વ્યસન, ફેશન અને ટેન્શનમાં જીવતા લોકોને ભારતી

સુરતની શાળામાં ભણાવાય છે ગીતાજીના પાઠ, વેશભૂષા સાથે કર્યા વિદ્યાર્થીઓએ કર્યું શ્લોક પઠન

આજકાલ મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે, વ્યસન, ફેશન અને ટેન્શનમાં જીવતા લોકોને ભારતીય મૂલ્યો તરફ વાળવા પ્રયાસ કરાઈ રહ્યો છે. જેમાં સુરતની અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને મૂલ્ય નિષ્ઠા શિક્ષણ મળી રહે તે માટે ગીતાજીના અધ્યાયનું જ્ઞાન આપવામાં આવે છે. ગીતા જયંતી અગાઉ શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ શ્લોકનું પઠન કર્યું હતું શાળા દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતના ને ગીતાજી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં બેંકમાં કામ કરતી યુવતીને મુસ્લિમ યુવકે 12 વર્ષ ભોગવી, પૈસાવાળી સાથે સગાઈ કરી વિદેશ ભાગી ગયો

વિદ્યાર્થીઓ વેશભૂષામા આવ્યા

આગામી દિવસોમાં શ્રીમદ ભગવત ગીતા જયંતિ આવી રહી છે. જેને લઇ સુરતના અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં બાળકોમાં ભગવત ગીતાના સંસ્કારોનો સિંચન થાય તેવા આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભૂલકાઓ અલગ-અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. શાળાના આચાર્ય શિક્ષકોએ ભાગવત ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય તે સહિતની વિગતે વાત કરી હતી. વિદ્યાર્થીઓએ શ્લોકના પઠન સાથે જ નૃત્ય અને ગીત સંગીત સાથે સંદેશો પાઠવ્યો હતો.  

જ્ઞાન-કર્મ-ભક્તિના પાઠ

શાળાના ડિરેક્ટર પરેશ પટેલે કહ્યું કે, પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો સાર્વત્રિક વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. બાળક શિક્ષણ મેળવીને શિક્ષિત થાય સાથે જ સંસ્કૃતિ મેળવીને દીક્ષિત થાય તે પ્રકારે જ્ઞાન કર્મ અને ભક્તિ યોગના ગ્રંથ એવા ગીતાજીનું અધ્યયન અને અધ્યાપન પણ કરાવવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમમાં શાળાના સ્થાપક અને ટ્રસ્ટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો