મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચમાં 1 વર્ષથી અપહરણ થયેલી કિશોરીને શોધી મુક્ત કરાવાઈ, વોન્ટેડ આરોપીને ઝડપવા તજવીજ

ભરૂચ જિલ્લામાંથી છેલ્લા 1 વર્ષથી અપહરણ થયેલી 14 વર્ષીય કિશોરીને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે. જ

ભરૂચમાં 1 વર્ષથી અપહરણ થયેલી કિશોરીને શોધી મુક્ત કરાવાઈ, વોન્ટેડ આરોપીને ઝડપવા તજવીજ

ભરૂચ જિલ્લામાંથી છેલ્લા 1 વર્ષથી અપહરણ થયેલી 14 વર્ષીય કિશોરીને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વોન્ટેડ આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા કામગીરી હાથ ધરાઈ હતી.

અલગ અલગ ટીમો બનાવાઈ હતી

અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવાના કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ભરુચ સી ડિવિઝન પોલીસ મથકના ઈપીકો કલમ 363 મુજબના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી અપહરણ થયેલી 14 વર્ષની ઉમરની કિશોરી ભરુચ ખાતે આવી છે અને હાલ શાંતિ નગરમાં હાજર છે.

કિશોરીને મુક્ત કરાવાઈ

બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે વોચ ગોઠવી હતી અને ભોગ બનનાર બાળા એક નાના બાળક સાથે મળી હતી. જેની પૂછપરછ કરતાં તેને મધ્યપ્રદેશના નાની ધામણી ગામનો આરોપી દિલીપભાઇ કૌશીનભાઇ ભાભોર એક વર્ષ પહેલા ભગાડીને તેના વતન લઈ જઈ ઘરમાં પૂરી રાખતો હોવાનું જણાવતા પોલીસે ભોગ બનનાર બાળા અને બાળકીને સી ડિવિઝન પોલીસને સોપી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો