મોબાઈલને લઈને પિતાએ ઠપકો આપતાં વિધાર્થીનીનો આપઘાતનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ
સુરત જિલ્લામાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

સુરત જિલ્લામાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માંગરોળના કોસંબા ટાઉનમાં એક વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
કોસંબા ટાઉનમાં વિધાર્થીની મોબાઈલમાં વધુ પડતી મિત્ર સાથે વાતચીત કરતી હોવાથી તેઓના પિતાએ ઠપકો આપતાં વિધાર્થીનીને માઠું લાગી આવ્યું હતું. જે બાદ તેણીએ લોહી વધારવા માટે ઉપયોગમાં લેવાતી 18 જેટલી ગોળીઓ એક સાથે ખાઈ જતાં તેણીની તબિયત લથડી હતી. હાલ વિધાર્થીની કોસંબાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવી હતી.
નાની નાની વાતમાં આ પ્રકારનું પગલું ભરતા સંતાનોને સુરત જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ ન કરવા અપીલ કરાઇ છે.






