માતા-પિતા માટે લાલબત્તી સમાન સુરતનો કિસ્સો, ઝૂલામાં સૂતેલી બાળકી ફાંસો ખાધેલી હાલતમાં મળી
સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. માસૂમ બાળકોને સૂવડાવવા માટે ઝૂલામાં સૂવડાવવામાં

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. માસૂમ બાળકોને સૂવડાવવા માટે ઝૂલામાં સૂવડાવવામાં આવતાં હોય છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં રહેતા પરિવારની બાળકી ઝૂલામાં જ ફાંસો ખાધેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવી હતી. જેથી મૃતદેહને પરિવાર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. જ્યાં બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી.
પરિવારમાં શોકનું મોજું
ભેસ્તાનમાં ઝૂલામાં સૂઈ રહેલી 1 વર્ષની બાળકી ફાંસો ખધેલી હાલતમાં મળી આવી હતી. ગળે બાંધેલી પોટલી ગળામાં ફસાઈ જતા ફાંસો લાગી ગયો હતો. બાળકીના મોત અંગેની જાણ થતાં જ પરિવાર દોડતું થઈ ગયું હતું. બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ અવાઈ હતી. જો કે, તબીબોએ મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પોટલી ગળે વિંટાઈ ગયાની આશંકા
મૃતકના સંબંધીએ કહ્યું કે, બાળકીનું પરિવાર ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં રહે છે. બાળકીને સૂવડાવીને તેની માતા ઘરકામમાં લાગી ગઈ હતી. પરંતુ અચાનક ઝૂલામાં જોવા જતાં બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લવાતા તબીબઓએ મૃત જાહેર કરી હતી. કદાચ ગળામાં બાંધેલી પોટલીના કારણે ફાંસો લાગી ગયો હોવાની શક્યતા છે.








