જેતપુરમાં ભીખ માંગતા શખ્સે બાળકીનો કર્યો અપહરણનો પ્રયાસ, પિતાએ બૂમરાણ કરતા સ્થાનિકોએ આરોપીને દબોચ્યો
રાજ્યના જેતપુરમાંથી ચોંકવનારી ઘટના સામે આવી છે. જેતપુરમાં બાળકીના અપહરણના પ્રયાસની ઘટના સામે આવી છે. કોળી લા

રાજ્યના જેતપુરમાંથી ચોંકવનારી ઘટના સામે આવી છે. જેતપુરમાં બાળકીના અપહરણના પ્રયાસની ઘટના સામે આવી છે. કોળી લાઇન વિસ્તારમાં મેંદરડાના રહેવાસી બાળકીના પિતા રફીક શાહમદાર જેતપુર કામ અર્થે બાળકી સાથે આવ્યા હતા.
પરપ્રાંતિય શખ્સે બાળકીને ઉઠાવાનો પ્રયાસ કર્યો
બાળકીના પિતાએ બાળકીને ઓટલા પર બેસાડી હતી. ત્યા જ ભીક્ષાવૃત્તિ કરતા એક પરપ્રાંતિય શખ્સે બાળકીને ઉઠાવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સને જોઈને બાળકીના પિતાએ બૂમાંબૂમ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને
પ્રાથમિક માહિતી અનુસાર સ્થાનિકોએ પરપ્રાતીય ભિખારી શખ્સને પકડી પાડ્યો હતો. જે બાદ સ્થાનિકોએ શખ્સને પકડી જેતપુર પોલીસને સોંપ્યો હતો. પોલીસે શખ્સની તપાસ આદરી હતી. જોકે સમયસૂચકતા રહેતા બાળકી બચી ગઈ હતી.






