મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા: કપડવંજમાં જૂના મકાનની દિવાલ ધરાશાઈ થતા બાળકીનું મોત

ખેડામાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે કપડવંજમાં એક મકાનની દિવાલ ધરાશાઈ થતા બાળકીન

ખેડા: કપડવંજમાં જૂના મકાનની દિવાલ ધરાશાઈ થતા બાળકીનું મોત

ખેડામાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે કપડવંજમાં એક મકાનની દિવાલ ધરાશાઈ થતા બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે કડિયા વાળ નાકા પાસે એક જૂના મકાનની દિવાલ ધરાશાઇ થતા દીવાલ નીચે એક 15 વર્ષીય બાળકી દટાઈ ગઈ હતી. જે બાદ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જે.બી મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.  

આ સમાચાર શેર કરો