મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી/ બોરવેલમાં પડેલી બાળકી આખરે જીવન સાથેની લડાઇ હારી, 17 કલાક ચાલ્યુ રેસક્યૂ ઓપરેશન

અમરેલીના સુરાગપરા ગામમાં બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઇ હારી ગઇ છે. 17 કલાક ચાલેલા રેસક્યૂ ઓ

અમરેલી/ બોરવેલમાં પડેલી બાળકી આખરે જીવન સાથેની લડાઇ હારી, 17 કલાક ચાલ્યુ રેસક્યૂ ઓપરેશન

અમરેલીના સુરાગપરા ગામમાં બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઇ હારી ગઇ છે. 17 કલાક ચાલેલા રેસક્યૂ ઓપરેશન બાદ બાળકીનું નિધન થયું છે. NDRF અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. 

બોરમાંથી સલામત બહાર કાઢી પણ...

અમરેલીના લાઠી તાલુકાના સુરાગપરા ગામમાં બોરમાં પડી ગયેલી બાળકી આરોહીને બોરમાંથી બહાર લાવવામાં સફળતા તો મળી પરંતુ તે જીવિત રહી શકી નહતી. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને NDRFની મહેનત નિષ્ફળ ગઇ હતી.

બાળકીને બચાવવા રોબોટને પણ કામે લગાડાયો હતો

અમરેલીના લાઠી તાલુકાના સુરગપરા ગામમાં આરોહી નામની દોઢ વર્ષની ખેત મજૂર પરિવારની બાળકી ખેતરના ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી. પરિવારની એકની એક દીકરી બોરવેલમાં પડી હોવાનું દેખાતા માતા-પિતા હતપ્રભ બની ગયા હતા. બનાવની જાણ સ્થાનિક પ્રશાસનને કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ તેમજ રોબોટ રેસક્યુ ટીમ સ્થળ પર પહોંચી ઓપરેશન આરોહી શરૂ કરવામાં આવ્યું હતું અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.

બાળકીને બચાવવા માટે ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી સર્વિસના કેમેરા તેમજ રાજુલાના એક યુવક દ્વારા બનાવવામાં આવેલ બોરવેલ રેસક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. આ રોબોટને બોરવેલમાં ઉતારવામાં આવ્યો હતો અને આ રોબોટ બાળકી સુધી નીચે પહોંચી ગયો હતો પરંતુ બાળકીનું માથું બોરવેલના પાઇપ સાથે અડેલુ હોવાને કારણે મુશ્કેલી પડી હતી. જોકે, તે માટે સળિયા મંગાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરી બાળકીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બાળકીને બચાવવા માટે 17 કલાક રેસક્યૂ ઓપરેશન ચાલ્યુ હતુ પણ અંતે બાળકીને બચાવી શકાઇ નહતી.

આ સમાચાર શેર કરો