જેતપુરમાં DYSP કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ, જાણો શું છે કારણ
રાજ્યના જેતપુરમાં ન્યાય માટે ધક્કા ખાતી યુવતીએ પોલીસ કચેરી સામે જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહ

રાજ્યના જેતપુરમાં ન્યાય માટે ધક્કા ખાતી યુવતીએ પોલીસ કચેરી સામે જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગોંડલ પંથકની યુવતીએ વાવડી વીડો ગામના શખ્સ સામે દૂષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવવા વીરપુર તેમજ જૂનાગઢ જવા છતાં ફરિયાદ ન નોંધતા આ યુવતીએ પૂર્વ જાણ મુજબ જેતપુર ડીવાય એસપી કચેરીએ પહોંચી ઝેરી દવા મોઢે માંડતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ ઘટનામાં યુવતીને સારવારમાં ખસેડી છે.
વિરપુર પોલીસ સ્ટેશન અથવા એસપી કચેરી સામે આત્મવિલોપન કરીશ તેવો લેટર લખી ચીમકી ઉચ્ચારી
વિરપુર પોલીસ સ્ટેશન અથવા એસપી કચેરી સામે આત્મવિલોપન કરીશ તેવો લેટર લખી ચીમકી ઉચ્ચારી હતી.જેમાં યુવતીએ રજૂઆતમાં જણાવ્યું કે વાવડીના વીડો રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહીલા સહિત સાત શખ્સોએ તા. ૨૦/૧૨/૨૪નાં મારું ઘર ભંગાવી નાખવાની ધમકી આપીને મારું અપહરણ કર્યું હતું.
અપહરણ કરીને જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં લઇ જઇ ગોંધી રાખી હતી, જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મેં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસમાં ફરિયાદ કરી તો જુનાગઢ ગુનો બને છે. ત્યાં જાવ તેવુ પોલીસ તરફથી કહેતા જુનાગઢ એ' ડીવીઝન પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ ત્યાં વિરપુર પોલીસમાં જાવ તેવુ જણાવી યોગ્ય જવાબ નહી આપી ધક્કા ખવરાવતાં હોય. આખરે મારે ન્યાય માટે આત્મવિલોપન કરવાની ફરજ પડી રહી છે, જો મને કંઈ પણ થશે તો જૂનાગઢ અને વિરપુર પોલીસ તથા એસપી કચેરીની જવાબદારી રહેશે તેવું લેટરમાં પણ જણાવ્યું હતું.
યુવતીની એસપી કચેરી બહાર જ તબિયત બગડી
એ પછી આ યુવતીએ આજે જેતપુર ડીવાય એસપી કચેરીએ પહોંચી ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કચેરી બહાર જ યુવતીની તબિયત બગડી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. આ યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ જવાઇ હતી.
આરોપીને પોલીસ છાવરતી હોવાનો આરોપ
મળતી માહિતી મુજબ યુવતી પર આરોપીએ અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોય તેમ છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય. જેથી પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા આખરે યુવતીએ કચેરી બહાર અંતિમ પગલું ભરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. યુવતીના પરિવારે આક્ષેપક કરતા કહ્યું હતું કે પોલીસ દ્વારા દુષ્કર્મ ગુનેગારોને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવતા ન્યાયની માંગ કરી. પરિવારનો આક્ષેપ છે કે તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી. આખરે લોકોની રક્ષા કરતી પોલીસ તરફથી જ ન્યાય ના મળતાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.
પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ પર ધક્કા ખવડ઼ાવતા હોવાનો આક્ષેપ કર્યો
પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખવડ઼ાવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ એલસીબી અથવા એસપી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે.
યુવતીના પરિવારએ વીરપુર પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે. યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરતાં ન્યાયની માગ કરી. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ અને અપરાધીઓને રક્ષણ આપવાની શક્યતાને લઈને સવાલો ઊભા કર્યા છે.








