Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : LCB and SOG raid in Talala, resort manager along with six people enjoying a drinking party was also caught

Gir Somnath news: તાલાલામાં LCB અને SOGના દરોડા, દારૂની મહેફિલ માણતા 6 શખ્સો સહિત રિસોર્ટ સંચાલક પણ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Gir Somnath news: તાલાલામાં LCB અને SOGના દરોડા, દારૂની મહેફિલ માણતા 6 શખ્સો સહિત રિસોર્ટ સંચાલક પણ ઝડપાયો
સોર્સ : gstv

jરાજ્યના ગીર સોમનાથમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  ગીર સોમનાથ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તાલાલામાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો છે. તાલાલાના એક રિસોર્ટમાંથી દારૂના નશામાં ચૂર 5 લોકોને ઝડપ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે આ દરોડા બાદ  રિસોર્ટના સંચાલકની પણ ધરપકડ કરી છે. 21,76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. 

App Store

ઝડપાયેલા 6 આરોપીઓની વિગત

આકાશ મહેશભાઈ ગુર્જર (રિસોર્ટ સંચાલક, વિસાવદર)

શુભમ ગોપાલભાઈ ડોડીયા

હર્ષ પ્રવીણભાઈ ધકાણ

તરંગ નરેશભાઈ કક્કડ

વિશાલ ભરતભાઈ ધકાણ

કિશન મુકેશભાઈ ગોહેલ

 

મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી

પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 21,76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. ખાસ કરીને સાસણ-તાલાલા પંથકના ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. 

'લોટસ લક્ઝરી રિસોર્ટ' પર દરોડા

ચોક્કસ બાતમીને આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં તાલાલાના ચિત્રોડ ગામની સીમમાં આવેલા 'લોટસ લક્ઝરી રિસોર્ટ' દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશો કરેલી હાલતમાં હતા. જેથી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તાલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી તરફ રિસોર્ટ સંચાલક પર સંકજો કસવામાં આવ્યો છે. ઝડપાયેલા યુવકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે.