Vadodaraમાં ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ સાથે બેઠક, ગીર સોમનાથમાં 50 કિલો બનાવટી ઘી ઝડપાયું

વડોદરા મહાનગરપાલિકા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ એસોસિએશન, મીઠાઈ ફરસાણ એસોસિએશન અને ખાદ્ય તેલ એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. સ્વાદરસિયાઓનું આરોગ્ય બહારની વાનગી આરોગવાથી ન જોખમાય તે માટે વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.
હાલ પવિત્ર શ્રાવણ માસની લઈને તેમજ આવનારા તહેવારોને લઈ ને શહેરીજનો હોટેલ, રેસ્ટોરન્ટ તથા ફૂડ કોર્નરમાં અવનવા વ્યંજનો આરોગતા હોય ત્યારે, તમામ વ્યંજનોમાં કેવા પ્રકારનું તેલ ચીઝ બટર પનીરનો વપરાશ કરવામાં આવે છે તેને લઈને આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા તમામ અસોસિએશનઓ સાથે બેઠક યોજાઈ હતી. હાલ ગુજરાત સરકાર દ્વારા મોકલવામાં આવેલ ગાઈડલાઇનનું પાલન થાય સાથે દંડની જોગવાઈમાં સુધારો કરવા જઈ રહી છે જેની માહિતી આપવામાં આવી હતી.
ગીર સોમનાથમાંથી 50 કિલો બનાવટી ઘીનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાથી 50 કીલોનો બનાવટી ઘી-માખણનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે દુકાનદાર સાથે બનાવટી જથ્થો ઝડપી પાડયો છે. મહેશ મનસુખભાઇ ગોરખીયાની શ્રીજી કરીયાણા સ્ટોર નામની દુકાનમાં કારોબાર ચાલતો હતો. એસઓજી પોલીસે ફૂડ સેફ્ટી અધિકારીને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

