Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Raids on fur vendors, samples taken by the health department

Surat News: ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા સેમ્પલ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા સેમ્પલ
સોર્સ : GSTV

સુરત શહેરમાં મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને 14 સંસ્થાઓમાંથી કુલ 24 નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા છે જેનો રિપોર્ટ આવ્યેથી  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

App Store

24 નમૂના લેવાયા

મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં ફરસાણનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 14 સંસ્થાઓ માંથી ખમણ, ઇદડા, પાતુડી, લોચોના 24 નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે જો રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નીતિ નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નોટિસ સહિતની કાર્યવાહી થશે

ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અડાજણ, પાર્લે પોઇન્ટ, ઉધના, વેડરોડ, કતારગામ, વરાછા રોડ, રાંદેર પાલનપુર પાટિયા, ઉધના મગદલ્લા રોડ સહિતના વિસ્તારોમાં ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને નમૂના લીધા હતા તેમજ સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ પણ આપવામાં આવી હતી.

ટોપિક્સ:surathealth departmentraid