Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Crazed to meet Shahrukh Khan's son, two sisters boarded the train

Surat News: શાહરૂખ ખાનના દીકરાને મળવાની ઘેલછા, બે બહેનો ઘરેથી કોઈને કહ્યા વિના ટ્રેનમાં બેસી ગઈ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: શાહરૂખ ખાનના દીકરાને મળવાની ઘેલછા, બે બહેનો ઘરેથી કોઈને કહ્યા વિના ટ્રેનમાં બેસી ગઈ
સોર્સ : GSTV

ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાંથી બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મળવાની ઈચ્છા સાથે ઘર છોડીને નીકળેલી બે સગીર બહેનોને સુરત રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશન પરથી શોધી કાઢી હતી. આ બંને બહેનોઓએ 1300 કિલોમીટરની સફર કરીને સુરત પહોંચી હતી. સુરત રેલવે પોલીસે તેમનું કાઉન્સેલિંગ કરી, પરિવાર અને ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી તેમને સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

App Store

ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા

ઉત્તરપ્રદેશના અમરોહા નગર પોલીસ સ્ટેશન તરફથી સુરત રેલવે પોલીસને માહિતી મળી હતી કે, ટ્રેન નંબર 22544 લાલકુવાગંજ-બાંદ્રા એક્સપ્રેસના જનરલ કોચમાં બે કિશોરીઓ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ છે. આ માહિતીના આધારે સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ શી-ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રેન પર પહોંચીને તેમણે બંને કિશોરીઓને શોધી કાઢી અને તેમને ચાઈલ્ડ કોર્નરમાં લાવ્યા હતા.

રમતા-રમતા નીકળી ગઈ

પ્રાથમિક પૂછપરછ દરમિયાન, કિશોરીઓએ જણાવ્યું કે, તેઓ યુટ્યુબ ઉપર આર્યન ખાનના વીડિયો નિયમિતપણે જોતી હતી. આર્યન ખાનને મળવાની તીવ્ર ઈચ્છાથી તેઓ 21 જુલાઈના રોજ ઘરની બહાર રમતા-રમતા નીકળી ગઈ હતી અને ટ્રેનમાં બેસી ગઈ હતી. તપાસ દરમિયાન એક કિશોરી 15 વર્ષની અને બીજી 12 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. સુરત રેલવે પોલીસે કિશોરીઓના પિતાનો સંપર્ક કર્યો અને તેમનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. ઉત્તરપ્રદેશ પોલીસ અને કિશોરીઓના પિતા સુરત આવ્યા બાદ, બંને સગીર બહેનોને તેમના પરિવારને સુપરત કરવામાં આવી હતી.

ટોપિક્સ:surataryan khanshahrukh khantrain