VIDEO: Suratની APMCનો રાજ્યમાં પ્રથમ નંબર, સૌથી વધુ 50.92 કરોડની આવક મેળવી
સોર્સ : GSTV
સુરત APMC રૂપિયા 50.92 કરોડની આવક સાથે રાજ્યમાં પ્રથમ નંબરે આવી છે. APMCમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર તરફથી પણ શાકભાજી આવે છે. જ્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ મોટાપાયે શાકભાજી આવે છે. APMC દરવર્ષે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી કેરી ખરીદી મેંગો પલ્પ બનાવે છે. આ મેંગો પલ્પ અમેરિકા, કેનેડા, લંડન, દુબઈ, જર્મની, કોરિયા સહિતના દેશોમાં નિકાસ પણ કરાઈ છે. આવી અનેકવિધ પ્રવૃતિ થકી APMC ની આવક વધારવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. આ પ્રયાસોને પગલે સતત બીજા વર્ષે સુરતની APMC 5092.31 લાખની આવક સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે. અત્યાર સુધી રાજ્યની 224 APMC નું વાર્ષિક ટર્નઓવર 50.79 કરોડ છે.

