તાલાલા: રમરેચી ગામના જંગલમાં ત્રણ શખ્સોએ અનધિકૃત રીતે પ્રવેશ કર્યો, હરણની પજવણી કરતા ઝડપાયા

ગીર સોમનાથના તાલાલાના રમરેચી ગામના જંગલમાં ત્રણ શખ્સોએ અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ચીતલ (હરણ)ની પજવણી કરી રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વનવિભાગે મોડી રાત્રે ત્રણયેની અટકાયત કરી હતી.
ગેરકાયદેસર પરમિટ વગર ઘૂસીને ચીતલની પજવણી કરી
આ પણ વાંચો: પાટણ રેંગિગ કાંડ: મેડિકલ કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા, ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ
મળતા અહેવાલ પ્રમાણે તાલાલા બીટ વિસ્તારના રમળેચી પી.એફ.જંગલ ભાગના ગેરકાયદેસર પરમિટ વગર ઘૂસ્યા હતા. આ પહેલા પણ વન્ય જીવોની પજવણીના અહેવાલ સામે આવ્યા હતા.

