Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Medical college suspends 15 senior students

પાટણ રેંગિગ કાંડ: મેડિકલ કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા, ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2024
લાઇવ ટીવીGoogle News
પાટણ રેંગિગ કાંડ: મેડિકલ કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા, ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ

રાજ્યની પાટણની GMERS મેડિકલ કોલેજ રેગિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે રેગિંગ કરનારા 15 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી કરાઈ છે.

App Store

પોલીસે રેગિંગની ઘટના મુદ્દે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી

પોલીસે રેગિંગની ઘટના મુદ્દે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. GMERS મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીનું  મોત થયું હતું. મૃતકના વાલીઓએ રેગિંગ કર્યાનો આરોપ લગાવ્યા હતો.

આ પણ વાંચો: '10 ગાળો બોલો પછી જ જવા દઇશું', પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત બાદ નવો ખુલાસો

કોલેજ દ્વારા એન્ટી રેગિંગ કમિટિ સાથે બેઠક કરવામાં આવી

ઘટના સામે આવતા જ કોલેજ દ્વારા એન્ટી રેગિંગ કમિટિ સાથે બેઠક કરવામાં આવી હતી. આ મિટિંગ દરમિયાન કોલેજે કમિટિને તપાસના આદેશ આપી રિપોર્ટ મંગાવ્યો હતો. કમિટિએ તપાસ કરતાં જે રિપોર્ટ આપ્યો તે મુજબ કાર્યવાહી કરી કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. 

પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

સમગ્ર મામલે તપાસ કરી રહેલી બાલીસણા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, યુવક એમબીહીએસ પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયર દ્વારા તેનું ઇન્ટ્રોડક્શન ચાલતુ હતું. આ દરમિયાન તે બેભાન થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જોકે, સાચી વિગત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સામે આવશે. ડીવાયએસપી કે. કે. પંડયાએ જણાવ્યા મુજબ વિદ્યાર્થી અનિલ પટેલનું બોયઝ હોસ્પિટલમાં ચક્કર આવતાં પડી જતાં મોત નીપજ્યું હતુ. આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે. મૃતકના લોકરની તપાસ કરાઈ છે. ધારપુર કોલેજના સત્તાધીશો પાસેથી અહેવાલ મંગાવાયો છે. વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેનો અહેવાલે કોલેજ પાસેથી આવ્યા બાદ તેમાં ગુનાહિત કૃત્ય જણાશે તો તેની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.