40 વર્ષ જુની દુર્ઘટનાની રાહ જોતી જર્જરિત આંગણવાડી, વિદ્યાર્થિનીઓના ચિંતિત વાલીની નિરાકરણ માટે માંગ
ગીરસોમનાથના કોડીનાર તાલુકામાં ઘાંટવડ ગામની આંગણવાડી આશરે 40 વર્ષથી તદ્દન જર્જરિત હાલતમાં છે તેમજ આરો

ગીરસોમનાથના કોડીનાર તાલુકામાં ઘાંટવડ ગામની આંગણવાડી આશરે 40 વર્ષથી તદ્દન જર્જરિત હાલતમાં છે તેમજ આરોગ્ય વિભાગનું અડચણરૂપ બિલ્ડીંગના કારણે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે. છેલ્લા 40 વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકે છે. દુર્ઘટનાની રાહ જોતી આંગણવાડી બિલ્ડીંગ પાસે મજબૂરીરુપે બાળકોને ભયના ઓથારમાં ભણવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : આ છે ગુજરાતનો વિકાસ: કડકડતી ઠંડી હોય કે ભડકે બાળતી ગરમી, નાના ભુલકાંઓ બારેમાસ ખુલ્લામાં ભણવા મજબૂર
હાલ ગામમાં કન્યા શાળાના ગ્રાઉન્ડમાં 4 દાયકા પહેલાની બિનઉપયોગી બંધ આંગણવાડી ખુબ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે, તેમજ આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગને કારણે પણ અડચણ જોવા મળે છે. ત્યારે પ્રાથમિક કન્યા શાળાને પણ ખુબ કનડગત આવે છે અને હાલ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડની સુવિધા ન હોવાથી બાળાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડાં દિવસો પહેલા આ ટૂંકા ગ્રાઉન્ડના લીધે બે બાળાઓ પડી જતા હાથમાં ફ્રેક્ચર આવ્યું અને આવી ઘટનાનો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ચૂકવવો પડે છે.
આ પણ વાંચો : અમદાવાદની બે સ્કૂલોમાં CBSEનું સરપ્રાઈઝ ચેકીંગ, જાણો શું છે મામલો
વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આ આંગણવાડીનું મકાનની અહીંયાથી સ્થળાંતર કરે એવી ગામ લોકો અને આચાર્ય દ્વારા માંગ કરાઈ હતી. અને એવી પણ માંગ ઉઠી છે કે જલદીથી નિરાકરણ આવે કેમકે બાળકોના મનમાં ખુબ જ ડર પેસી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની ચિંતા કરી તેઓ માટે સુવિધા પૂરી પાડવા આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે છે.
આ પણ વાંચો : VIDEO: વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોર ટોળકીનો આતંક, ઘરમાં ઘુસી બાઈકની કરી ચોરી
આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે, આ ઉપરાંત પ્રસૂતા મહિલાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે. જો કે સરકાર દ્વારા શુભ આશયથી આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે અને જેના નિર્માણ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જ્યારે કેટલાક સ્થળોએ સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે. તંત્ર વિભાગ કેમ ઉદાસીનતા સેવી રહ્યું છે તે સમજાતું નથી આવનારા સમયમાં માં જો આ દુર્ઘટના માં બાળકો ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ? એવા પણ સવાલ સામે આવી રહ્યા છે.






