મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gir Somnath: સિડોકર ગામમાં પુંજ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત

ગીર સોમનાથના સિડોકર ગામમાં આજે (પહેલી ઓક્ટોબર) વહેલી સવારે એક અત્ય

Gir Somnath: સિડોકર ગામમાં પુંજ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત

 ગીર સોમનાથના સિડોકર ગામમાં આજે (પહેલી ઓક્ટોબર) વહેલી સવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે, જ્યા માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પુંજ પ્રસંગ શોકમાં ફેરવાયો

પ્રાથમિક માહિતી અનુસાર, સિડોકર ગામમાં વહેલી સવારે રબારી સમાજ દ્વારા માતાજીનો પૂંજનો ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો. આ પ્રસંગમાં અચાનક વીજળીના તારના સંપર્કમાં આવતા ત્રણ યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ ત્રણેય યુવાનો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આ દુર્ઘટનાએ ધાર્મિક પ્રસંગને ગમગીનીમાં ફેરવી નાખ્યો હતો. 

આ સમાચાર શેર કરો