મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: દંપતિના વીજ કરંટથી મોત મામલે પાંચ શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કા

Ahmedabad news: દંપતિના વીજ કરંટથી મોત મામલે પાંચ શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે દંપતિનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં નારોલ પોલીસે જવાબદાર 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. 

પોલીસની આરોપીને ઝડપી પાડવા તજવીજ 

શહેરના નારોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદ તેમાં ખાબકેલા દંપતીને અચાનક વીજ કરંટ લાગતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જે બાદ ભારે વિરોધ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઇ AMC કમિશ્નરે સમગ્ર મામલાની તપાસ માટે એક તપાસ કમિટીની રચના કરી છે, જો કે નારોલ પોલીસે પણ આ મામલે 5 આરોપીઓ સામે બેદરકારી બદલની ફરિયાદ નોંધી છે. બે ખાનગી કોન્ટ્રાક્ટર , AMC ના 2 સુપરવાઈઝર , AMC ના એક ટેક્નિશિયન  સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો