VIDEO: ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદ, હીરણ નદી બે કાંઠે
ગીર સોમનાથ જીલ્લામાં મેઘાએ મહેર કરી છે. ઉપરવાસ અને ગીર પંથકમાં ધોધમાર વરસાદને કારણે તાલાલા તાલુકાની હીરણ નદી
ગીર સોમનાથ જીલ્લામાં મેઘાએ મહેર કરી છે. ઉપરવાસ અને ગીર પંથકમાં ધોધમાર વરસાદને કારણે તાલાલા તાલુકાની હીરણ નદી બે કાંઠે વહેતી થઈ છે.
ડેમ થયાઓવરફ્લો
હીરણ નદીના હીરણ 1 અને હીરણ 2 એમ 2 ડેમો ઓવરફ્લો થયા છે. હાલમાં પણ વરસાદ ચાલુ જ છે. સારા એવા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે, તેમજ લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.




