સુરેન્દ્રનગર / ખેડૂતોના 200 કરોડ ફસાયા, ચોટીલામાં જીનિંગ મિલનું ઉઠામણું
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જીનિંગ મિલનું ઉઠામણું થતા અનેક

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જીનિંગ મિલનું ઉઠામણું થતા અનેક ખેડૂતોના 200 કરોડ જેટલા રૂપિયા ફસાયા છે. ખેડૂતોને વાયદાઓ કરી કપાસ લેવામાં આવ્યો હતો, અને બાદમાં જીનિંગ મિલના સંચાલકો તાળા મારીને ફરાર થઇ ગયા છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
બીજી બાજુ ખેડૂતો, દલાલો અને મજૂરોને જાણ થતા જીનિંગ મિલ ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી. જીનિંગ મિલના સંચાલકો તાળા મારી ખેડૂતોની કાળી મજૂરીના અંદાજે 200 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે.
ખેડૂતોએ કહ્યું કે તેમના કપાસના નાણાં લેવા માટે જીનિંગ મિલના સંચાલકોએ રક્ષાબંધનના બીજા દિવસે આવવાનું કહ્યું હતું, જો કે ખેડૂતો પહોંચ્યા ત્યારે જીનિંગ મિલને તાળા લાગ્યા હતા.
ચોટીલા માર્કેટીંગ યાર્ડના ચેરમેને કહ્યું કે તેમના માર્કેટીંગ યાર્ડના ખેડૂતોના 50થી 60 લાખ રૂપિયા અટવાયા છે.






