Surendranagar news: ભૂતિયા બેન્ક એકાઉન્ટ ખોલવાના કૌભાંડનો પર્દાફાશ, ગઠિયાઓ 5 હજાર આપી ખાતા ભાડે રાખતા
સુરેન્દ્રનગર જિલ્લામાં સાઇબર ફ્રોડના નાણાંની લેવડદેવડ માટે 'ભૂતિયા બેન્

સુરેન્દ્રનગર જિલ્લામાં સાઇબર ફ્રોડના નાણાંની લેવડદેવડ માટે 'ભૂતિયા બેન્ક એકાઉન્ટ' ખોલવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સાઇબર માફિયાઓ દ્વારા ખાતેદારોને ૩ થી ૫ હજાર રૂપિયા આપીને તેમના બેન્ક ખાતા ભાડે રાખવામાં આવતા હતા. આ ખાતાઓમાં અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો ધડાકો થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ
આ પ્રકારે બેંગ્લોર, હૈદરાબાદ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલે ધ્રાંગધ્રામાં પોલીસે ૬ જેટલા ખાતેદારો સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીનું આ સૌથી મોટું સાઇબર ક્રાઇમ કૌભાંડ માનવામાં આવી રહ્યું છે.




