મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ગે એપ પર સમલૈંગિક યુવાનને મિત્રતા ભારે પડી, મળવા આવેલા શખ્સના સાગરિતો લૂંટીને ફરાર

રાજસ્થાનના યુવાનને ગે એપ પર મિત્રતા ભારે પડી છે. યુવાને ગે એપ થકી એક શખ્સને પોતાના PGમાં બોલાવ્યો હતો. બન્ને એક રૂમમાં

અમદાવાદ: ગે એપ પર સમલૈંગિક યુવાનને મિત્રતા ભારે પડી, મળવા આવેલા શખ્સના સાગરિતો લૂંટીને ફરાર

રાજસ્થાનના યુવાનને ગે એપ પર મિત્રતા ભારે પડી છે. યુવાને ગે એપ થકી એક શખ્સને પોતાના PGમાં બોલાવ્યો હતો. બન્ને એક રૂમમાં બેઠા હતા.ત્યારે અન્ય યુવાન મોબાઈલ લેવા જઈ રહ્યો હતો ત્યારે તેને રંગેહાથ ઝડપ્યા બાદ શખ્સને બહાર જવાનું કીધું હતું. બીજા યુવાને પોતાના સાગરીતોને બોલાવીને સમલૈંગિક સંબંધ ધરાવતા યુવકને ધમકી આપી હતી.

આરોપીઓ મોબાઈલ ફોનથી બળજબરીથી 16 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા

યુવાને કહ્યું કે મારી પાસે હાલ રૂપિયા નથી. તો બીજી તરફ આરોપીઓ મોબાઈલ ફોનથી બળજબરીથી 16 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.  આરોપીઓએ પીડિત યુવાનને એ પણ ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશને તો અમે તને બદનામ કરી દઈશું. ધમકી આપતા કહ્યું કે તું PGમાં છોકરાઓને બોલાવે છે આ બાબત અમે ફ્લેટમાં તમામને જણાવી દઈશ. આમ ધમકી આપીને આરોપીઓ ભાગી છૂટ્યા હતા.

સમલૈંગિક સંબંધ ધરાવતા યુવકે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

સમલૈંગિક સંબંધ ધરાવતા યુવકે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.  આ પહેલા પણ ગે એપ મામલે સુરતમાં પણ  સમલૈંગિક સંબંધ ધરાવતા યુવકને ધમકી આપીને લૂંટી લેવામાં આવ્યો હતો. જોકે બાદમાં લૂંટ કરનાર શખ્સોને પોલીસે દબોચ્યા હતા.

આ સમાચાર શેર કરો