મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરબાના આયોજકોએ કરવું પડશે નિયમોનું પાલન

નવરાત્રીના આગમન સાથે શહેરી વિસ્તારોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરબાના

નવરાત્રીના આગમન સાથે શહેરી વિસ્તારોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરબાના આયોજનો માટે કડક નિયમો લાગુ કરાયા છે. જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં રાત્રિ 12 વાગ્યા પછી ગરબા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાઉન્ડ સિસ્ટમ માટે ડેસિબલ મર્યાદા નક્કી કરાઈ છે, જેથી આસપાસના વિસ્તારોને વિક્ષોભ ન થાય.

આયોજકોએ ફરજિયાત પરમિશન લેવી પડશે, જેમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા જરૂરી છે. ફાયર સેફ્ટી, મહિલાઓની સુરક્ષા, અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ અને ખાનગી બાઉન્સરોની વધુ સંખ્યા રાખવાના આદેશ છે. નિયમોનું પાલન ન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

નવા નિયમોને લઇ આયોજકોએ તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પરમિશન પ્રક્રિયા આગળ વધારી છે. આ પગલાથી ગ્રામીણ વિસ્તારોમાં તહેવારો વધુ વ્યવસ્થિત રીતે યોજાશે. 

આ સમાચાર શેર કરો