Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઝડપાયો, કોર્ટે આગોતરા જામીન અરજી કરી નામંજૂર
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુના કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુના કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજૂર કરી દીધી છે. મૃતક દર્દીઓના સબંધીઓ દ્વારા નોંધાવવામાં આવેલી બે ફરિયાદોમાં આરોપીએ આગોતરી જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટે તેને નાં મંજુર કરી દીધા.
તપાસ અધિકારીએ જણાવ્યું કે, કેસમાં ધરપકડની જરૂરિયાત પડે તો આરોપીને 7 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવશે. ત્રીજી ફરિયાદ સરકાર દ્વારા રચાયેલી ડોક્ટર્સની કમિટી દ્વારા નોંધાવવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરી બાદ 2 દર્દીઓના મૃત્યુ થયા હતા.




