મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: રીક્ષા પરત આપવા બદલ ૩ હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ ઝડપાયો

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી રૂ.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.

Ahmedabad news: રીક્ષા પરત આપવા બદલ ૩ હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ ઝડપાયો

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી રૂ.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સર્વેન્સ સ્કોડમાં નોકરી કરતા પોલીસકર્મીએ ફરિયાદીની રીક્ષા પરત આપવા માટે લાંચ માંગી હતી.   

રીક્ષા પરત આપવા માટે માંગી હતી લાંચ 

શહેરમાં વધુ એક પોલીસકર્મી લાંચ લેતા પકડાયો છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં સર્વેન્સ સ્કોડમાં ફરજ બજાવતા સહદેવસિંહે લૂંટના ગુનામાં રીક્ષાનો ઉપયોગ થયાની શંકાના આધારે રિક્ષા કબ્જે કરી હતી, ત્યારબાદ રીક્ષા પરત આપવા માટે ફરિયાદી પાસેથી રૂ.૩ હજારની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. એસીબીએ ટ્રેપનું આયોજન કરીને લાંચની રકમ સ્વીકારવા આવેલા સહદેવસિંહને બાપુનગર ચાર રસ્તા પાસેથી દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો