Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Public Service Commission announces new recruitment, online applications can be made from tomorrow

ગુજરાત જાહેર સેવા આયોગની નવી ભરતી જાહેર, આવતીકાલથી કરી શકાશે ઓનલાઈન અરજી

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત જાહેર સેવા આયોગની નવી ભરતી જાહેર, આવતીકાલથી કરી શકાશે ઓનલાઈન અરજી
સોર્સ : GSTV

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે એટલે કે 28 નવેમ્બરના રોજ વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 67 જાહેરાતો માટે કુલ 378 જગ્યા પર ભરતી જાહેર થઈ ગઈ છે.

App Store

નોંધનીય છે કે, આવતીકાલ શનિવારે (29 નવેમ્બર) બપોરે 1  વાગ્યાથી આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકાશે. 

GPSCમાં વિવિધ જગ્યા પર ભરતી 

GPSCના ભરતી નોટિફિકેશ મુજબ, રહસ્ય સચિવ, નાયબ માહિતી નિયામક-સહાયક માહિતી નિયામક, નિયામક ગ્રંથાલય સહિતની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ સાથે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ, સરકારી ઈજનેરી કોલેજો ખાતે સહાયક પ્રાધ્યાપક, સરકારી પોલિટેક્નિક ખાતે વ્યાખ્યાતા, વાણિજ્યા અને વિજ્ઞાન કોલેજો ખાતે મદદનીશ પ્રાધ્યાપક સહિતની વિવિધ ક્લાસ 2 પદ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

અરજી કરવાની અંતિમ તારીખ

આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 29 નવેમ્બર, બપોરે 1 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકશે. ખાસ એ જાણી લેવું કે, આ ભરતીઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 13 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.