Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Pressure of SIR work on BLO despite son's marriage

Navsari: દીકરાના લગ્ન છતાં BLO પર SIRની કામગીરીનું દબાણ, પૂરું ન થતાં ફટકારી નોટિસ

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Navsari: દીકરાના લગ્ન છતાં BLO પર SIRની કામગીરીનું દબાણ, પૂરું ન થતાં ફટકારી નોટિસ
સોર્સ : gstv

ગુજરાતમા એસઆઈઆરની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા હવે નજીક આવી રહી છે. તેવામાં બીએલઓની પણ હાલાકી વધી રહી છે. હદ તો ત્યારે થઈ કે નવસારીમાં શીતલબેન નામના બીએલઓના દીકરાના લગ્ન હોવા છતાં એસઆઈઆરના ફોર્મ ભરવા માટે દબાણ કરી બોલાવાયા હોવાનો આક્ષેપ થયો છે.

App Store

નવસારીમાં એક બીએલઓના ઘરે દીકરાના લગ્નની શહેનાઈ વાગી રહી છે. તેવામાં રજા ના આપી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો. કામગીરી પૂર્ણ ન થતાં નોટિસ ફટકારવામાં આવી. દીકરાની જાન નીકળે એ પહેલા ફોર્મ સબમીટ કરવા માટે જલાલપોર તાલુકા કચેરીએ બોલાવાયા.

તંત્રએ ટેકનિકલ કારણોસર કામગીરી ધીમી થતી હોવાની અરજને આખ આડા કાન કર્યા. 600 જેટલા ફોર્મ જમા ન કરાવતા બીએલઓને ફોન કરવામાં આવ્યા હતા. શિક્ષિકાની તબિયત લથડતાં હાલ તમને હોસ્પિટલ ખસેડાયા છે. જોકે દીકરાના લગ્ન પ્રસંગ માટે રજા આપી હોવાની માહિતી સંબંધિત અધિકારીએ આપી.

ટોપિક્સ:blosirsir gujaratgstv