Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat government's Rs. 86 crores of smoke behind plane-helicopter, technical fault despite spending crores

પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો, કરોડોના ખર્ચા પછી પણ હેલિકોપ્ટર અને પ્લેન ન ઉડી શક્યા

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો, કરોડોના ખર્ચા પછી પણ હેલિકોપ્ટર અને પ્લેન ન ઉડી શક્યા
સોર્સ : gstv

ગુજરાત સરકાર દ્વારા મહાનુભાવોની મુસાફરી માટે વપરાતા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવતો તોતિંગ ખર્ચ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યો છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં આ વાહનોની જાળવણી અને સ્ટાફ પાછળ અંદાજે 86 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલા જંગી ખર્ચ છતાં ટેકનિકલ ખામીઓ સર્જાતા મેન્ટેનન્સની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store

બે વર્ષમાં મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ

સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રાખવામાં આવેલા પ્લેન-હેલિકોપ્ટરની જાળવણી પાછળ વર્ષ 2024-25માં 27.71 કરોડ રૂપિયા, વર્ષ 2025-26માં 28.95 કરોડ રૂપિયા, જ્યારે કુલ મેન્ટેનન્સમાં 56.66 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. 

પગાર અને અન્ય સ્ટાફનો ખર્ચ

માત્ર જાળવણી જ નહીં, પરંતુ આ વાહનોના સંચાલન માટે રાખવામાં આવેલા સ્ટાફ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા છે. પાયલટનો પગારમાં 28 કરોડ રૂપિયા, અન્ય સ્ટાફ માટે 1.58 કરોડ રૂપિયા, જે કુલ સંયુક્ત ખર્ચ અંદાજે 86.24 કરોડ રૂપિયા છે. 

ચોંકાવનારી બાબત એ છે કે કરોડોના ખર્ચ પછી પણ બે વખત એવી ઘટના બની હતી જેમાં ટેકનિકલ ખામીને લીધે પ્લેન-હેલિકોપ્ટર ઉડી શક્યા નહોતા. આ ખામીઓને કારણે મહાનુભાવોની સત્તાવાર મુલાકાતોમાં વિક્ષેપ પડ્યો હતો અને તેમને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

'જનતાના ટેક્સના પૈસાનું આંધણ'