Video: ચાંગોદરમાં ચોકલેટ બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં આવેલી ચોકલેટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મટોડા પાસે આવેલી લેકમેક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં આગની જ્વાળાઓ ફેલાતાં આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી હતી.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની અંદાજે પાંચ ગાડીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયરકર્મીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
જાહેરાત
કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયાની સત્તાવાર માહિતી પણ સામે આવી નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ નુકસાન અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ વિગતો જાણવા મળશે.
જાહેરાત






