Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : GTU sexual harassment case Former Registrar Prof. S.D. Panchal suspended

GTUમાં જાતીય સતામણી કેસમાં પૂર્વ રજિસ્ટ્રાર પ્રો.એસ.ડી. પંચાલ સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2025
લાઇવ ટીવીGoogle News
GTUમાં જાતીય સતામણી કેસમાં પૂર્વ રજિસ્ટ્રાર પ્રો.એસ.ડી. પંચાલ સસ્પેન્ડ

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી-GTUમાં જાતીય સતામણી કેસમાં પૂર્વ રજિસ્ટ્રાર પ્રો.એસ.ડી. પંચાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં મહિલા પ્રોફેસરે સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર તેમજ પૂર્વ રજિસ્ટ્રાર પ્રો.એસ.ડી. પંચાલ સમક્ષ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.  યુનિવર્સિટી દ્વારા પ્રો.એસ.ડી. પંચાલની ટ્રાન્સફર ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીપેરી) મહેસાણા ખાતે કરી દેવામાં આવી હતી. 

App Store

મહિલા અધ્યપકને આપી હતી ધમકી, “ PhD પાસ કરવું હોય તો હોટેલમાં જવું પડશે”

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી-GTUના મહિલા અધ્યાપકે વિભાગના વડા સામે માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી મહિલા અધ્યાપકે ફરિયાદ કરી હતી કે, તેમના PhD દરમિયાન તેમના ગાઈડ અને વિભાગના વડા એસ.ડી. પંચાલે તેમને કહ્યું હતું કે, PhD પાસ કરવું હોય તો હોટેલમાં જવું પડશે. આ ઉપરાંત મહિલા અધ્યાપકોને અવારનવાર માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરી છે જે અંગે મહિલાએ શિક્ષણ વિભાગ અને GTUમાં ફરિયાદ કરી હતી. 

CCCનું કૌભાંડ થયુ ત્યારે એસ.ડી. પંચાલ  રજિસ્ટ્રાર હતા

GTUમાં જે સમયે ટ્રિપલ સીનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે CCCના કો-ઓર્ડીનેટરે રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરી હતી. તે સમયે રજિસ્ટ્રાર તરીકે પ્રો.એસ.ડી. પંચાલ જ કાર્યરત હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રજિસ્ટ્રારે જે તે સમયે આઇટી વિભાગના અધિકારીઓ સામે કોઇ પગલાં લીધા નહોતા. ઉલટાનું ફરિયાદ કરનારા કો-ઓર્ડીનેટર પાસેથી CCCની કામગીરી લઇને અન્ય પ્રોફેસરને સોંપી દેવામાં આવી હતી. આઇટી વિભાગ દ્વારા માર્કસમાં સુધારો કરવામાં આવ્યો હતો તેમાં ઓરિજનલ માર્કસ મૂકવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી.