Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : GTU head of GSET accused of sexually harassing female professor

અમદાવાદ/ 'PhDમાં પાસ થવું હોય તો..', GTUના GSETના વડા પર મહિલા અધ્યાપકના જાતીય સતામણીના આરોપ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ/ 'PhDમાં પાસ થવું હોય તો..', GTUના GSETના વડા પર મહિલા અધ્યાપકના જાતીય સતામણીના આરોપ

GTUના મહિલા અધ્યાપકે વિભાગના વડા સામે માનસિક અને જાતીય સતામણી ફરિયાદ કરી છે. મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે કે તેમના PHD દરમિયાન તેમના ગાઈડ અને વિભાગના વડા એસ. ડી પંચાલે તેમને કહ્યું હતું કે PhD પાસ કરવા હોટેલમાં જવું પડશે.આ ઉપરાંત મહિલા અધ્યાપકોને અવારનવાર માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરી છે.

App Store

 

GTUના GSETના વડા એસ. ડી પંચાલ વિરુદ્ધ મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે કે તેઓ 2018થી એસ. ડી પંચાલના સંપર્કમાં હતા.એસ. ડી પંચાલ તેમના ગાઈડ પણ હતા.તેમના PHD દરમિયાન એસ. ડી પંચાલે શરૂઆતમાં સારું વર્તન કર્યું હતું,  ત્યારબાદ PHD માટે માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરી હતી.

મહિલા અધ્યાપકોને 2018થી ત્રાસ આપવાનો આરોપ

મહિલા અધ્યાપકોને 2018 થી ત્રાસ આપવાનું ચાલુ છે.મહિલા અધ્યાપકને ફરિયાદ થઈ તે દિવસ સુધી ત્રાસ આપવામાં આવતો હતો.મહિલા અધ્યાપક પાસે એસ. ડી પંચાલ પાસે તમામ પુરાવા પણ છે જે તપાસ કમિટીને સોંપવામાં આવશે.આ અંગે GTUના રજિસ્ટ્રાર કે.એન ખેરે જણાવ્યું હતું કે GSET ના પ્રોફેસર સામે ફરિયાદ મળી છે.

7 પેજની ફરિયાદ 

વિભાગના મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે.ફરિયાદના પગલે ICC ને વિગત મોકલવામાં આવી છે.આ વિગત અંગે ICC ની કમિટી તપાસ કરશે.7 પેજની ફરિયાદ છે જેના મુદ્દાઓ તપાસનો વિષય છે.2018 થી અત્યાર સુધી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તપાસ કમિટી તપાસ પૂરી કરી રિપોર્ટ આપશે, તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.જે અંગે મહિલાએ શિક્ષણ વિભાગ અને GTU માં ફરિયાદ કરી છે.GTU દ્વારા આ અંગે તપાસ કમિટીને તપાસ સોંપવામાં આવી છે.તપાસ કમિટી તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપશે જેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.