મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch/ ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને ડીઝલ છાંટી જીવતા સળગાવ્યા

કચ્છના ગાંધીધામમાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં માનવતાને કલંકિત કરતા રાક્ષસી કૃત્યમાં

Kutch/ ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને ડીઝલ છાંટી જીવતા સળગાવ્યા

કચ્છના ગાંધીધામમાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં માનવતાને કલંકિત કરતા રાક્ષસી કૃત્યમાં એક આધેડને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં માત્ર ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતનો વિવાદ એટલો વકર્યો કે પાડોશીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી.

શું હતી સમગ્ર ઘટના?

રોટરીનગરમાં રહેતા 50 વર્ષીય કરસનભાઈ મહેશ્વરી અને તેમના પાડોશીઓ વચ્ચે ઓટલા પર બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ જોતજોતામાં હિંસક હુમલામાં ફેરવાઈ ગયો હતો. પાડોશમાં રહેતી ત્રણ મહિલાઓ—પ્રેમિલાબેન નરેશભાઈ, અજુબેન હરેશભાઈ, મંજુબેન લહેરી—અને એક મારવાડી પુરુષે કરસનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

બાથરૂમમાં ઘુસીને સળગાવ્યા

આરોપીઓના મારથી બચવા માટે કરસનભાઈ પોતાનો જીવ બચાવવા બાથરૂમમાં છુપાઈ ગયા હતા. જોકે, આરોપીઓએ ત્યાં પણ તેમનો પીછો કર્યો હતો અને બાથરૂમમાં ઘુસી તેમના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આગમાં ગંભીર રીતે દાઝેલા કરસનભાઈને તાત્કાલિક સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન તેમનું ટૂંકી માંદગી બાદ મોત નીપજ્યું હતું.

 ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પડોશમાં રહેતા પરિવારો વચ્ચેના સામાન્ય વિવાદો કેટલા ભયાનક પરિણામો લાવી શકે છે, તે આ ઘટનાએ સાબિત કર્યું છે. 

આ સમાચાર શેર કરો